મોરબી : શ્રી રામ રાત્રીશાખા લાલપર દ્વારા હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતી શિવાજી મહારાજના પુત્ર ધર્મરક્ષક છત્રપતી વીર સંભાજી મહારાજના સંઘર્ષ ઉપર બનેલી હાલની નવી ફિલ્મ 'છાવા'નું સમૂહમાં નીહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી આવનારી પેઢીને આપણા ઈતિહાસની સાચી જાણકારી મળે તેવો છે. આ ફિલ્મ નિહાળવા બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા.