શાળાના નાના ભૂલકાઓએ લીધો દર્શનનો લાભમોરબી અપડેટ: મોરબીના લાલપર ગામે ચાલી રહેલા 'લાલપર કા રાજા' ગણેશ મહોત્સવમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીં બિરાજમાન ગણેશજીના દર્શન માટે દરરોજ ભક્તો પધારી રહ્યા છે, ત્યારે તાજેતરમાં સ્થાનિક શાળાના નાના ભૂલકાઓએ ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. આ નાના બાળકોએ તાળીઓના ગડગડાટ અને 'ગણપતિ બાપ્પા મોરિયા' ના જયઘોષ સાથે ભગવાન ગણેશના દર્શનનો લાભ લીધો હતો. આ મહોત્સવને સફળ બનાવવા આયોજકો અને ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #LalparKaRaja #GaneshMahotsav #Lalpar #GanpatiBappa