મોરબી : જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવવા માટે લાલપર ગામ સમસ્ત તથા યુવા ગ્રુપ દ્વારા શ્રી જન્માષ્ટમી ઉત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત શ્રી રામજી મંદિર ચોકમાં તા. 23ના શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યે રાસ ગરબા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તથા તારીખ 24ના શનિવારના રોજ સવારે ૮ વાગ્યાથી શોભાયાત્રા નીકાળવામાં આવશે. આ બંને કાર્યક્રમનો લાભ લેવા સર્વ ધર્મ પ્રેમી જનતાને ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. [gallery ids='66923,66924']