મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં યુવા ગ્રુપ દ્વારા લાલપર પ્રીમીયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નોમેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 7 લાખ જેટલો ફાળો એકઠો થયેલ હતો. આ ફાળો ગૌમાતાના લાભાર્થે ગૌશાળાને અર્પણ કરવામાં આવેલ હતો. લાલપર પ્રીમીયર લીગમાં કુલ 112 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમા દર્શીલ ઇલેવન ટીમ વિજેતા બની જ્યારે ગત સીઝનની વિજેતા ટોરસ ઇલેવન આ વખતે રનર્સ અપ રહી હતી. આ ટુર્નામેન્ટના સમાપન સમારોહમા 150 જેટલા સ્વયં સેવકોએ ખડેપગે સેવા આપી તે બદલ શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું. આ સમારોહમા મહાનુભાવો દ્વારા વિજેતા ટીમને અને રનર્સ અપને મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન, ટ્રોફીથી સન્માનીત કરાયા હતા. આ ટુર્નામેન્ટમા થયેલ આવક રૂ. 7 લાખ રામરાજ ગૌશાળાના સંચાલકોને ગૌશાળાના લાભાર્થે અર્પણ કરવામાં આવ્યા હતા. લાલપરના વતની કેતન વિલપરા અને અરવિંદ વાસદડીયાની ઉપસિ્થતીમા સમારોહ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે વિપુલ બરાસરા સહીત યુવા ગુ્પના યુવાનોની ભારે જહેમતથી ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન શક્ય બન્યું હતું. જે બદલ અગ્રણીઓ દ્વારા તેમને બિરદાવવામા આવ્યા હતા.