મોરબી : મોરબીના યમુનાનગરમાં રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી આનંદ ઉર્ફે લાલાને વોડકા દારૂની 20 બોટલ સાથે ઝડપી લઇ દારૂનો જથ્થો પૂરો પાડનાર સાહિલ નામના શખ્સને ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના યમુનાનગરમાં રહેતો આંનદ ઉર્ફે લાલો દામોદરભાઈ રાયગગલા નામનો વ્યક્તિ પોતાના ઘેર દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા આંનદ ઉર્ફે લાલાના ઘરમાથી વોડકા દારૂની 20 બોટલ કિંમત રૂપિયા 9320નો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં આરોપી લાલાએ વિદેશી દારૂનો આ જથ્થો મોરબી વાઘપરામા રહેતા સાહિલ સીદીકભાઈ ચાનીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સાહિલને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.