આઇસર ચાલકે કિન્નરને પૈસા આપવા ગાડી ઉભી રાખતા જ ગાડી કેમ અહીં ઉભી રાખી કહી લાલાએ છરીના ઘા ઝીક્યાં હળવદ : હળવદની મોરબી ચોકડીએ કિન્નરને પૈસા આપવા માટે આઇસર ટ્રક ઉભી રાખનાર ડીસાના આઇસર ચાલકને અહીં ગાડી કેમ ઉભી રાખી કહી અમદાવાદના લાલાએ છરીના આડેધડ ઘા ઝીકી દેતા સાતેક દિવસ પહેલાના બનાવમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બનાસકાંઠાના ડીસાના વતની આઇસર ચાલક દિલાવરખાન ગુલાબખાન પઠાણે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.30 નવેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાનું આઇસર લઈ ધ્રોલ ખાતે ફેરો ભરવા જતો હતો ત્યારે હળવદની મોરબી ચોકડીએ કિન્નરને પૈસા આપવા માટે ગાડી ઉભી રાખતા લાલા નામનો શખ્સ ધસી આવ્યો હતો અને અહીં ગાડી કેમ ઉભી રાખી કહી છરીના ઘા ઝીકી દેતા પ્રથમ હળવદ બાદ ડીસા ખાતે સારવાર લઈ સ્વસ્થ થતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમદાવાદના લાલા નામના શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.