મોરબી : સરદાર પટેલ સાહિત્ય પરિષદ દ્વારા તાજેતરમાં કાગવડ ખાતે કણબીની કલમે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બાળવાર્તાકાર શિક્ષિકા જીવતીબેન પીપલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે, જીવતીબેન પીપલીયાને રચનાની પ્રસ્તુતિ બદલ સાહિત્ય પરિષદ દ્વારા મોટીવેશનલ સ્પીકર અંકિતાબેન મૂલાણીનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મેળવવા બદલ જીવતીબેનને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ભવિષ્યમાં તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અને તેમાં પણ બાળ સાહિત્ય ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.