ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ હતી તેમાં પ્રમુખપદે બળવંતભાઈ ડી. કોટડીયા અને ઉપપ્રમુખ પદે ભાણજીભાઈ પી. વામજાને તથા કમિટી મેમ્બરની બિનહરિફ વરણી કરવામાં આવી હતી લજાઈ સેવા સહકારી મંડળીની અગાઉ પણ બિનહરીફ પ્રમુખ બળવંત. ડી. કોટડીયા સહીતની વરણી થઈ હતી તાજેતરમાં જ યોજાયેલી સાધારણ સભામાં ચુટણી વિના જ વરણી થઈ હતી. બળવંત ડી. કોટડીયા સતત ૧૭ વર્ષથી લજાઈ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે મોરબી તાલુકા ખરીદ વચાણ સંધના ઉપપ્રમુખ અને તાજેતરમાં યોજાયેલી ઈફકો કંપની ચુંટણીમા ટંકારા તાલુકા ડેલીગેટ તરીકે પણ ચુટાયેલ છે લજાઈ સેવા સહકારી મંડળી તમામ સભાસદોઅે અભિનંદન પાઠવ્યા હતા.