મોરબી : મોરબી નજીક લજાઈ ચોકડી પાસે બોલેરો કારે હડફેટે લેતા કોઠારીયા ગામના વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વૃદ્ધને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક આવેલ લજાઈ ચોકડી પાસે કોઠારીયા ગામના વૃદ્ધ ગાજીભાઈ સાજીભાઈ વકાલિયા ઉ.વ. ૬૫ ને પુર ઝડપે આવતી બોલેરો કારે હડફેટે લીધા હતા. જેના કારણે ગાજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના અંગે જાણ કરતા ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં ૧૦૮ મારફતે ગાજીભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.