મોરબી : મોરબીમાં ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આવતીકાલ તારીખ 4ને રવિવારે બ્રહ્મસમાજ મહિલા પરિવાર દ્વારા ત્રયોદશ કુંડી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના બ્રહ્મસમાજ મહિલા પરિવાર દ્વારા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. આ યજ્ઞના આચાર્યપદે એમ.એ. સંસ્કૃત ગોલ્ડ મેડાલીસ્ટ, જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય અને ભાગવતાચાર્ય એવા જીગ્નેશભાઈ પંડ્યા બેસશે. આ યજ્ઞનો પ્રારંભ આવતીકાલ તારીખ 4ને રવિવારે સવારે 6:30 કલાકે થશે તથા બીડું બપોરે 12:00 કલાકે અને પુર્ણાહુતી 12:30 કલાકે થશે. 12:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞનું આયોજન લહેરુ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ડો. વાયરલ લહેરુના સૌજન્યથી કરવામાં આવ્યું છે. આ આયોજનનો લાભ લેવા માટે બ્રહ્મસમાજ મહિલા પરિવારના પ્રમુખ અરુણાબેન પંડ્યા, મંત્રી નીલાબેન પંડિત, પ્રોજેક્ટ મંત્રી શીતલબેન દવે, ઉપપ્રમુખો પારૂલબેન ત્રિવેદી, ચેતનાબેન જોશી, પ્રવિણાબેન મહેતા, સહમંત્રી ભાવનાબેન મહેતા, ખજાનચી કિરણબેન ઠાકર અને સહખજાનચી નિશાબેન જોશી દ્વારા અનુરોધ કરાયો છે. આ આયોજન માટે પરશુરામ શામ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ, પરશુરામ યુવક મંડળ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne