મોરબી : ગઈકાલે તારીખ 14 એપ્રિલના રોજ મોરબી સહિત દેશભરમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સ્વ. હાજાભાઈ પોપટભાઈ શિયારના પરિવાર દ્વારા ઉજવણી પ્રસંગે લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું.ડો. બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતી નિમિત્તે મોરબી શહેરના માલધારી સમાજના આગેવાન સ્વ. હાજાભાઈ પોપટભાઈ શિયારના પરિવારના રમેશભાઈ હાજાભાઈ શિયાર, સિંધાભાઈ હાજાભાઈ સિયાર, કાળુભાઈ હાજાભાઈ શિયાર, બીજલભાઈ હાજાભાઈ શિયાર દ્વારા ગરમીમા રાહત મળે તે માટે લોકોને લચ્છી પિવડાવવામાં આવી હતી.