વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે લેન્ડ ડેકોર સીરામીક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા શરબન બુધ્ધુરામ સીકુ ઉ.34 નામના યુવાનને રાત્રે સુતા બાદ ઊંઘમાં જ હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.