હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામના પાટિયા પાસે આવેલ એસ્ટ્રોન પેપરમીલમાં કામ કરતા સમયે મૂળ મધ્યપ્રદેશના વતની ભરોશાભાઇ નાનુલાલભાઇ ભાસોડ ઉ.47 નામના શ્રમિક ઉપર પેપર બેલ માથાના ભાગે પડતા ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.