મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વેલઝોન સીરામિક ફેકટરીમાં કામ કરતી વખતે પડી જતા રામવદન ગોરખ નામના 22 વર્ષીય શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.