ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે વિજય ઓઇલમિલમાં નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દિનેશભાઇ અર્જુનભાઇ અજનાર, ઉ.વ.૩૩નામના શ્રમિક ઓઇલમીલના રૂમની બહાર સુતા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.