વાંકાનેર : વર્ષ 2025- 26 વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયનો કલા મહાકુંભની જેમ વિજ્ઞાન ક્ષેત્રમાં પણ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં નેશનલ સાયન્સ સેમિનારમાં 63 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષામાં ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી એલ.કે. સંઘવીની માધુ રાજવીએ કોન્ટમ ફિઝિક્સ ઉપર પ્રેઝન્ટેશન કરી દ્વિતીય નંબર મેળવીને 25-9-2025 ના રોજ રાજ્ય કક્ષા ગાંધીનગર ખાતે પણ ભાગ લેઇને અને ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તે બદલ શાળા પરિવાર ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે. વિદ્યાર્થીનીને માર્ગદર્શન શાળના આચાર્ય દર્શનાબેન જાની અને વિજ્ઞાન શિક્ષક અમિષાબેન વરમોરાએ કર્યું હતું. આ ઉપરાંત તાલુકાના એસ.વી.એસ કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રીમતી એલ. કે. સંઘવી વિદ્યાલયની બાળાઓએ વિભાગ-3 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં મેગ્નેટિક હાઉસ ભૂકંપ સામે ઇમારતોને નુકસાન ન થાય તે માટેનો પ્રોજેક્ટ હતો વિદ્યાર્થીની જાદવ જીનલ અને વાળા જાનવીબાની સિદ્ધિ બદલ શાળા પરિવાર ગૌરવ ની લાગણી અનુભવી રહ્યો છે. તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી પણ તેમને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.