ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. એમ.એન. હોથીએ મહિલાઓમાં અવેરનેશ લાવવા સોશિયલ મીડિયા ઉપર શરૂ કર્યું મિશન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જન સેવા એજ પ્રભુ સેવા... આ સૂત્રને વળગી રહી પોતાની વ્યસ્ત પ્રોફેશનલ લાઈફમાંથી સમાજ સેવા માટે સમય કાઢી મોરબીના તબીબ ડો. એમ.એન. હોથીએ મહિલાઓમાં અવેરનેસ લાવવા મિશન હાથ ધર્યું છે. જેમાં તેઓએ યુટ્યુબ પર એક જ 'દીમાં વુમન હેલ્થ એવેરનેશના 136 વિડીયો મુકી ત્રણ રેકોર્ડ બનાવ્યા છે. આ સિદ્ધિ બદલ ડો. એમ.એન. હોથી ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે. યુટ્યુબ લિંક https://youtube.com/channel/UCc66ZBitc44WHMLzLdg5zeA મોરબીના તબીબ ડો. એમ.એન. હોથી ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન છે. તેઓએ 5થી વધારે રાજ્યોમાં પ્રેક્ટિસ કરી છે. અત્યાર સુધીમાં 800થી વધુ લેપ્રોસ્કોપી સર્જરી કરી છે. તેઓએ 2.5 કિલોની ગાંઠના જટિલ ઓપરેશન દુરબીનથી કર્યા છે. તેઓ નિષ્ણાંત તબીબ હોય દરરોજની વ્યસ્તતા વચ્ચે પણ સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી એક યુટ્યુબ ચેનલ બનાવી છે. તેઓએ ડો. હેપી પટેલ સાથે મળીને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તેઓએ મહિલાઓમાં અવેરનેસ લાવવાનું મિશન શરૂ કર્યું છે. આ મિશનના ભાગરૂપે તેઓએ પ્રેગ્નન્સીમાં લેડીસે શુ કરવું ? ડિલિવરી અને સિઝેરિયનમાં શુ કરવું ? બાળક ન થતા હોય તો દંપતીએ શુ ધ્યાન રાખવું ? અમુક ઉંમરે છોકરીઓએ કઈ વેક્સીન મુકાવવી ? કોથળીના મોઢાનું કેન્સર કઈ રીતે અટકાવી શકાય ? આ સહિતના અલગ અલગ ટોપિક ઉપર 136 જેટલા વિડીયો બનાવી તેને એક જ દિવસમાં યુટ્યુબમાં અપલોડ કર્યા હતા. આવું કરીને ડો. એમ.એન. હોથીએ ત્રણ રેકોર્ડ સર્જ્યા છે. તેઓએ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડો. એમ.એન. હોથી હાલ શનાળા રોડ ઉપર આવેલ ઉમા હોસ્પિટલમાં પ્રસુતિ ગૃહ અને સ્ત્રી રોગ સારવાર કેન્દ્રમાં પોતાની સેવા આપી રહ્યા છે. જ્યાં દર બીજા અને ચોથા ગુરુવારે રાહતદરે સર્જરી પણ કરવામાં આવે છે. વધુ વિગત માટે મો.નં. 9484527100 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. https://youtu.be/Re7Wyl3XIfA https://youtu.be/kN89hDMtnJc https://youtu.be/8PBhbH34FE8 https://youtu.be/OqCw7k6Uwro