મોરબી કચ્છ હાઇવે ઉપર હરિપરના પાટિયા નજીકની ઘટના મોરબી : મોરબી કચ્છ નેશનલ હાઇવે ઉપર માળીયાના હરિપર ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા વાહનના ઠાઠામાં ઘુસી જતા કચ્છ માંડવીના ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી કચ્છ હાઇવે ઉપર ટ્રક ચાલક ભરતભાઇ ચંદ્રકાન્તભાઇ શાહ (ઉ.વ.૩૬, રહેવાસી-માંડવી, શાપરા શેરી, કેચીશા રોડ, જી.કચ્છ) જઈ રહ્યા હતા ત્યારે ગફલતભરી રીતે ટ્રક હંકારી આગળ જતાં કોઈ અજાણ્યા વાહનના પાછળના ભાગે ભટકાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના ભાઈ ઉદયભાઇ ચંદ્રકાન્તભાઇ શાહ (ઉ.વ.૪૨, ધંધો-પ્રા.નોકરી, રહેવાસી-માંડવી, કંસારા બજાર, વડફળીયુ. તા.માંડવી જી.કચ્છ) ની ફરિયાદના આધારે મૃતક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..