માનવ સેવાના કાર્યમાં પધારવા રાજકુમાર ધ્રુવકુમારસિંહજી જાડેજા ઓફ ધ્રુવનગર દ્વારા જાહેર નિમંત્રણ ટંકારા : કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા ( ક્ષત્રિય) એસો. -રાજકોટ દ્વારા ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સહયોગથી સર્વ જ્ઞાતિ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રકતદાન કેમ્પ રાજકોટમાં 5-રજપૂતપરા ખાતે આવેલ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે તા.19ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી યોજાશે. આ રક્તદાન કેમ્પમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તથા અન્ય સમાજના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. માનવ સેવાના આ કાર્યમાં પધારવા માટે કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસો.ના પ્રમુખ રાજકુમાર ધ્રુવકુમારસિંહજી જાડેજા ઓફ ધ્રુવનગર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..