મેટાડોર પલ્ટી જતા પંચાસર રોડ પર રહેતા ભરવાડ આધેડનું મોત મોરબી : માતાના મઢ જતા પદયાત્રિકોની સેવા માટે ગયેલા મોરબીના સેવાભાવી શ્રધ્ધાળુઓના મેટાડોરને કચ્છના રાપર નજીક શિકરા ગામની ગોળાઈમાં અકસ્માત નડતા આ અકસ્માતમાં સાત વ્યક્તિને ઇજા પહોચી હતી જ્યારે પંચાસર રોડ પર રહેતા ભરવાડ આધેડનું આ કરુંણ ઘટનામાં મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી અને હળવદના શ્રધ્ધાળુ સેવાભાવી લોકો મેટાડોરમાં ખાદ્ય સામગ્રી લઈ કચ્છ માતાના મઢ પગપાળા જતા શ્રધ્ધાળુઓની સેવા માટે રવાના થયા હતા ત્યારે કચ્છના રાપર નજીક શિકરા ગામ નજીક કાગશ્વર ગોળાઈમાં ટાટા ૪૦૭ મેટાડોર પલટી મારી જતા મોરબીના પંચાસર રોડ પર રહેતા લીલાભાઈ ભીમભાઈ ટોયટા ઉ.૫૦ નું મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં અકસ્માત સર્જાયા બાદ ઇજાગ્રસ્તોને કચ્છની વાગડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રતિલાલ ગોરધનભાઈ આગોલા ઉ.૫૮, રવિભાઈ વાલજીભાઈ ડાભી, ઉ.૧૮, હિતેશભાઈ પાંચાભાઈ ડાભી, ઉ.૧૮, કમલેશ ધમાભાઈ રાતડીયા, ગોપાલ વિઠલભાઈ અકબરી, રહે બધા મોરબી, અજયભાઈ જગાભાઈ રહે.પીપળીયા ચાર રસ્તા અને ભરતભાઈ વાલજીભાઈ ભરવાડ રહે.માલણીયાદ, તા.હળવદ વાળાઓને ઇજા પહોંચી હોવાની વિગતો સાંપડી છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='34020,34017,34018,34019']