મોરબી : બાળકોમાં વિદ્યાર્થીકાળથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને સાંપ્રત વૈશ્વિક પડકારોનાં સમાધાન માટે નવીનતમ વિચારો વિશે જાણે તેમજ પોતે પોતાના વૈજ્ઞાનિક અભિગમ રજુ કરી શકે તે માટે તા 15 અને 16 ડિસેમ્બરનાં રોજ મોડેલ સ્કુલ મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતુ. જીસીઈઆરટી ગાંધીનગર થતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત અને બીઆરસી ભવન માળીયા આયોજિત તાલુકા કક્ષાનાં પ્રદર્શનમાં કુલ 26 કૃતિઓ રજુ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ વિભાગમાં કુંતાસી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ભોંયા સુજલ તથા ખાંડેખા દર્પણ અને તેમનાં માર્ગદર્શક શિક્ષક બેચરભાઈ ગોધાણી દ્રારા રજુ કરવામાં આવેલ કૃતિની પ્રથમ ક્રમે પસંદગી થતા આગામી સમયમાં યોજાનાર મોરબી જિલ્લા કક્ષાનાં પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL