માળીયા (મી.): તાલુકાના રણકાંઠે આવેલા કુંભારિયા ગામે હેલિકોપ્ટરમાં જાન આવી હતી. આ જાનને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે કુંભારીયા ગામે કન્યાને પરણવા માટે વરરાજા હેલિકોપ્ટર લઇને પહોંચ્યા હતા. ગામમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય જાનને જોવા માટે ગ્રામજનોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું અને ગામ લોકો અગાઉથી જ હેલિકોપ્ટર જ્યાં ઉતરવાનું હતું ત્યાં એકઠા થઈ ગયા હતા. હેલિકોપ્ટરમાં જાન આવતા જ ગ્રામજનોમાં રોમાંચ જોવા મળ્યો હતો.