મોરબી : મોરબી શહેરના ઇષ્ટદેવ શ્રી કુબેરનાથ મહાદેવના મંદિરે, કુબેરનાથ રોડ, ગ્રીન ચોંક મોરબી ખાતે તારીખ 26 એપ્રિલથી પ્રારંભ થયેલા શ્રી રામ ચરિત માનસ જ્ઞાન યજ્ઞ કથાની પુર્ણાહુતી નિમિત્તે તારીખ 4/5/2019ને શનિવારે રાત્રે 09:30 કલાકે સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સુખરામબાપુના વ્યાસ સ્થાનેથી વિશ્વ કલ્યાણ અર્થે સંગીતમય શૈલીમાં ચાલી રહેલી કથાનો લાભ લેવા ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે શનિવારે ચૈત્રી અમાસના દિવસે આયોજિત સુંદરકાંડના પાઠનો લાભ લેવા મંદિરના મહંત શ્રી અક્ષયગીરી ગુલાબગીરી બાપુએ ધાર્મિકજનોને આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news