પાલિકા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી હર્ષવાટિકાના રહેવાસીઓ નજર કેદ મોરબી:મોરબી પાલિકા દ્વારા કુબેરનગર વિસ્તારમાં સી.સી.રોડનું કામ શરૂ કરાતા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ભૂગર્ભ લાઈન તૂટી જતા લોકો નજરકેદ થયા છે. જાણવા મળ્યા મુજબ મોરબીના કુબેરનગર વિસ્તારની હર્ષવાટીકા સોસાયટીમાં પાલિકા દ્વારા સી.સી.રોડનું કામ શરૂ કરાયું છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ વિસ્તારમાં રસતાને ઊંડા ઉતારવામાં આવતા અનેક ગટર લાઈન તોડી નાખતા હાલમાં સોસાયટીની શેરીઓમાં ગંદા પાણીની ગટરો નદીની જેમ વહેવા લાગી છે. બીજી તરફ ગટરના પાણી ચારે તરફ ફરી વળતા લોકો ઘરમાં નજર કેદ બન્યા છે અને બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે,આ મામલે હર્ષ વાટિકાના રહેવાસીઓ દ્વારા પાલિકાના સાતધીશોને રજુઆત કરી તાકીદે દિવાળી પહેલા ગંદકીનું સામ્રાજ્ય હટાવી રસ્તાના કામ પુરા કરવા માંગણી ઉઠાવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='12432,12433,12434']