મોરબી : 12 એપ્રિલે મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમિતિ દ્વારા સમસ્ત ઠાકોર સમાજના ઈસ્ટ દેવ સંત શ્રી વેલનાથ બાપુની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઠંડા પીણા, છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન 4000થી વધુ છાશના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર સમિતિ દ્વારા લાલ બાગ પાસે ઠંડા પીણા, પાણી અને લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઆયોજન મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઇ ઉઘરેજા, ઠાકોર સેના ઉપ પ્રમુખ અમિતભાઈ ભીમાણી, ઠાકોર સેના મહામંત્રી મનીષભાઈ સાલાણી મોરબી તાલુકા ઉપપ્રમુખ વિજયભાઈ દેગામા, રાજુભાઈ ચાઇનીઝ અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.