સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પણ વિકાસ માટે ભાજપને સાથ આપવાનો કોલ મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર -4માં ભાજપની શિક્ષિત અને અનુભવી પેનલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા આજે ક્ષત્રિય સમાજ અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ભાજપની પેનલને વિજયી બનાવવા સંકલ્પ કરાયો હતો. મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર -4માં ભાજપ દ્વારા શિક્ષિત અને અનુભવી ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકી ટકોરાબદ્ધ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ સિરોહિયાના ધર્મપત્ની જસવંતીબેન સિરોહિયા, ઉચ્ચ શિક્ષિત પ્રજાપતિ પરિવારના મનસુખભાઇ મોહનભાઇ બરાસરા અને સમાજ સેવક તેમજ પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીના ધર્મપત્ની મનીષાબેન ગૌતમભાઈ સોલંકીને મેદાનમાં ઉતારતા સ્થાનિક ઉમેદવારોની પસંદગીથી વોર્ડ નંબર-4ના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પોતાના ઘરના સભ્યો જ ચૂંટણી લડતા હોય તેમ માની સ્વયંભૂ ચૂંટણી કાર્યમાં લોકો સહભાગી બન્યા છે. દરમિયાન આવા જાગૃત, સ્થાનિક અને શિક્ષિત ભાજપના ઉમેદવારોને વિજેતા બનવવાના નીર્ધાર સાથે આજે વોર્ડ નંબર-4ના ક્ષત્રિય સમાજના અગ્રણી સર્વશ્રી એમ.કે. જાડેજા, નિવૃત ડીવાયએસપી, ધમભા ચાંદલી, દશરથસિંહ ઝાલા, કિશોરસિંહ જાડેજા (વાધારવા), વિજયસિંહ ઝાલા, જગતસિંહ ઝાલા, ગિરિરાજસિંહ જાડેજા, હિતુભા જાડેજા (ગુ.હાઉસિંગ બોર્ડ), દિલીપસિંહ પરમાર, અનિરૂધસિંહ જાડેજા (વાધારવા), સિદ્ધરાજસિંહ જાડેજા (ફાટસર) અને હરદેવસિંહ ઝાલા (રવાપર નદી) સહિતના મહાનુભાવોની મિટિંગ યોજાઈ હતી જેમાં ભાજપની પેનલના ચારેય ઉમેદવારો તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે વિકાસની સાથે રહી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા નક્કી કરી બન્ને સમાજમાં આ સંદેશો વહેતો કર્યો હતો. અને ક્ષત્રિય અને પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપની સમગ્ર પેનલને મત આપવાનો સંકલ્પ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,વોર્ડ નંબર 4માં નટરાજ ફાટકથી લઈ હાઉસિંગ બોર્ડ, એલ.ઇ.કવાટર્સ, ન્યુ પેલેસ કવાટર્સ, મહાપ્રભુજી બેઠક, નિત્યાનંદ, પાવનપાર્ક, રચના સોસાયટી, કર્મચારી સોસાયટી, વરિયાનગર, સો ઓરડી, ચામુંડાનગર, રામદેવપીર મંદિર વિસ્તાર, પરશુરામ પોટરી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને આ વિસ્તાર હેઠળ 12029 મતદારો નોંધાયેલા છે ત્યારે અગાઉ પ્રજાપતિ અને બ્રહ્મ સમાજ અને અન્ય સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજે ભાજપની પેનલને વિજયી બનાવવા સંકલ્પ કરતા વોર્ડ-4માં ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે.