મોરબી : મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે અગ્રણી ઉદ્યોગપતિ જયુભા ઉદયસિંહ જાડેજા (જયદીપ એન્ડ કંપની, વવાણીયા, મોરબી)ની નિમણુક કરવામાં આવી છે. જે બદલ તેમના સગાસંબંધીઓ અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન જયુભા જાડેજા વર્ષોથી જાહેર જીવન સાથે સંકળાયેલા છે. અને અનેક સામાજિક અને સેવાકિય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ભાજપ દ્વારા તેમની આગવી સંગઠન શક્તિને ધ્યાને લઈને તેમને જિલ્લા મહામંત્રીની અતિ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.