ક્ષત્રિય સમાજના લોકોનું ઠેરઠેર અભિવાદન કરાયુંમોરબી : મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શક્તિ માતાજીના મંદિરે પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.મોરબીમાં દશેરા નિમિતે વર્ષોની પરંપરા મુજબ ક્ષત્રિય સમાજ દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકોએ વિવિધ શસ્ત્રો ધારણ કરી વાહનોમાં બેસીને આ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન તલવારબાજીના કરતબો કરવામાં અવયવ હતા. આ રેલીનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરીને શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી. ક્ષત્રિય સમાજના લોકોએ પરંપરાગત સોફા ધારણ કરીને મોટી સંખ્યામાં શક્તિ માતાજીના મંદિરે પહોંચી પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું