લજાઈ સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં ખેડૂતોને મહત્વની ટિપ્સ અપાઈ : લજાઇ મંડળીએ 34 લાખનો નફો કરતા સભાસદ ખેડૂતોને 15 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું મોરબી : આજરોજ લજાઈ સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં મળી હતી જેમાં કૃભકોના અધિકારીઓએ ખેડૂતોને મહત્વની ટિપ્સ આપી આધુનિક ખેતી સાથે વૈજ્ઞાનિક અભિગમથી સજીવ ખેતી કરવા ખેડૂતોને કૃભકોની સલાહ આપી હતી. નોંધનીય છે કે લજાઇ સહકારી મંડળીએ 34 લાખનો નફો કરતા સભાસદ ખેડૂતોને 15 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આજરોજ કૃભકોની ખેડૂત શિબિર તથા લજાઈ સેવા સહકારી મંડળીની 73મી વાર્ષિક સાધારણ સભા કાર્યક્રમ જોગ આશ્રમ લજાઈ ખાતે મળેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી તાલુકા સંઘના પ્રમુખ તથા લજાઈ મંડળીના પ્રમુખ બળવંતભાઈ કોટડીયા, કૃભકોમાંથી એરિયા મેનેજર હિતેશભાઈ સોરઠીયા, લજાઈ મંડળીના મંત્રી નરભેરામભાઈ તથા બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહયા હતા. આ તકે બળવંતભાઈ દ્વારા વાર્ષિક અહેવાલ રજુ કરેલ જેમાં મંડળી દ્વારા રૂપિયા 34 લાખનો નફો કરેલ હોવાનું જાહેર કરી 15% ડિવીડન્ટ સભાસદ ખેડૂતોને જાહેર કરેલ તથા કૃભકોના હિતેશભાઈ સોરઠીયાએ ઉપસ્થિત ખેડૂતોને જૈવિક બેકટેરિયા વાળા ખાતરો તથા જમીન ચકાસણી વિશે માહિતી આપી હતી જ્યારે કૃભકોના જિલ્લા અધિકારી ઉદયભાઈ દ્વારા સેન્દ્રીય ખાતર વાપરવા સલાહ આપી આધુનિક ખેતી સાથે વૈજ્ઞાનિક અભિગમથી સજીવ ખેતી કરવા સૌને આગ્રહ કરી આઝાદીના અમૃત વર્ષ ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો લહેરાવવા અનુરોધ કરવામાં આવેલ હતો.