કૃષ્ણ રૂક્ષ્મણીનો બે બાળાઓએ કિરદાર નિભાવ્યો : કૃષ્ણની જાનમાં ૫૦૦થી વધુ લોકો જોડાયા : લગ્ન બાદ ઉત્સાહથી લોકો રાસ ગરબા રમ્યા વાંકાનેર : શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વાંકાનેરમાં ગોકુલધામ, માર્કેટ ચોક ખાતે વિશાળ સમીયાળામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વાંકાનેરની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લે છે. આ કથાની વિશેષતા એ છે કે કથાનું રસપાન રાત્રિના આઠ કલાકથી બાર કલાક સુધી રાખવામાં આવેલ છે જેથી બહોળી સંખ્યામાં લોકો આ કથાનો લાભ લઇ શકે. આજે સપ્તાહના છઠ્ઠા દિવસે કૃષ્ણ વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવવાનો નક્કી કરવામાં આવેલ જેમાં જીતેશ (જેકભાઈ) રાજવીર હોટલ વાળા, સુનિલભાઈ મહેતા, દિપકસિંહ ઝાલા, ચિરાગભાઈ જોબનપુત્રા આ સાથે અન્ય ૫૦૦થી વધુ લોકો બળદગાડામાં શ્રીકૃષ્ણની જાન લઈ વાજતે ગાજતે લગ્નમંડપમાં આવેલ જ્યાં કન્યા પક્ષ તરફથી જાનૈયાઓનું સ્વાગત કરી કૃષ્ણવિવાહ કરવામાં આવેલ. બાદ લોકોએ મન ભરી કૃષ્ણમય થઇ રાસ ગરબાની રમઝટ બોલાવેલ. આતકે શ્રી ગણેશ ઉત્સવ સમિતિના જીતુભાઈ સોમાણી, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, શહેર ભાજપ પ્રમુખ દિનુભાઇ વ્યાસ, ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, પટેલ બાપુ, આમંત્રિત મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં વાંકાનેર નગરવાસીઓએ આ કથાનો લાભ લીધેલ. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news