મોરબી : મોરબીના એસપી રોડ પર આવેલ ધ વન અપ નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રિ દરમિયાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પરંપરા ચાલી રહી છે. ત્યારે 25 સપ્ટેમ્બરના રોજ આ નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓ દ્વારા કૃષ્ણ-સુદામા મિલન નાટીકાનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં મિત્રતા કેવી હોય એ દર્શાવવામાં આવ્યું હતું. આ તકે ડી.કે.બાવરવા તથા સમિતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.