શ્રી રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા મટકીફોડ કાર્યક્રમનું પણ આયોજનહળવદ : ઠેર ઠેર કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂના દેવળીયા સમસ્ત ગામ તેમજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી રાધેકૃષ્ણ મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.7 સપ્ટેમ્બરના રોજ શ્રી રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 8 કલાકથી રાસ ગરબાની રમઝટ રામજી મંદિર ખાતે રાખવામાં આવી છે અને રાત્રે 12 કલાકે મટકી ફોડ તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી પ્રસાદ અને મહાઆરતી જેવા કાર્યક્રમ કરી પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામ લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.