બાલરુદ્ર ટીમ દ્વારા રાસ-ગરબા, શોભાયાત્રા, મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી અપડેટ: આગામી તારીખ 04/09/2026 ને શુક્રવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે સાનિધ્ય પાર્કની બાલરુદ્ર ટીમ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ રવાપર ખાતે રાજા પાક્ષી વાળા રોડ પર, બાલાજી એપાર્ટમેન્ટ સામે આવેલા સાર્વજનિક પ્લોટમાં યોજાશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે 8:30 થી 11:00 કલાક દરમિયાન રાસ-ગરબા અને શોભાયાત્રા યોજાશે. ત્યારબાદ સવારે 11:00 થી 12:00 કલાક સુધી કાનુડાના જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ ધાર્મિક મહોત્સવમાં સહપરિવાર પધારવા અને જન્માષ્ટમીની ઉજવણીમાં સહભાગી થવા માટે આયોજકો દ્વારા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે ભક્તજનો રૂબરૂ ન પહોંચી શકે તેમના માટે પાટીદાર ભરત પટેલના ફેસબુક પેજ પરથી આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.#MorbiUpdate #Janmashtami2026 #KrishnaJanmotsav #MorbiNews #Ravapar #MatkiPhod #SanidhyaPark #BalarudraTeam