શોભાયાત્રા, હિડોળા દર્શન, અન્નકુટ, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા (જનક રાજા) મોરબી : “હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી” હજારો વર્ષોથી ભગવાન કૃષ્ણ લોક સાંસ્કૃતિકમાં એટલા જ શાશ્વત છે, એટલાજ પ્રિય છે, કૃષ્ણલીલા દ્વારા લોકો ખુબજ આનંદ મેળવે છે, એ અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કોમી એકતા સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9:00 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં હિન્દુ-મુસ્લિમ ધર્મ ના લોકો એકી સાથે ઢોલ ના સથવારે રાસ ગરબાની રમઝટ સાથે વાજતે ગાજતે પુરી સોસાયટીમાં ફરી અને મંડપમાં પહોંચી હતી.જ્યાં આખો દિવસ હિડોળા દર્શન,બપોરે અન્નકુટ, તેમજ રાત્રે મહાઆરતી સહિતના વિવિધ કાર્યકમો યોજાયા હતા આબાલ વૃદ્ધ સૌ કોઈએ ભક્તિભાવ સાથે ખુબજ આનંદ મેળવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..