વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમાં રાસ-ગરબા અને મટકી ફોડના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધોમોરબી અપડેટ : મોરબીની સત્યમ્ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રો અને તેમના જીવન મૂલ્યો પર આધારિત સુંદર વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. ઉત્સવના ભાગરૂપે શાળાના પટાંગણમાં જમાવટભર્યા રાસ-ગરબા તેમજ મટકી ફોડ કાર્યક્રમનું આકર્ષક આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આકર્ષક પરંપરાગત પોશાક પહેરીને ઉત્સાહભેર જોડાયા હતા. આ સમગ્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સત્યમ્ વિદ્યાલયના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #SatyamVidyalaya #Janmashtami #KrishnaJanmotsav #MorbiSchools #MorbiNews #GujaratEducation