ઈચ્છાપૂર્ણ ગોપીમંડળ પરિવાર દ્વારા સર્વે પિતૃ મોક્ષાર્થે જ્ઞાનયજ્ઞનું આયોજન: વક્તા શાસ્ત્રીજી વીરેનભાઈ ઠાકરની સંગીતમય શૈલીથી ભક્તો કૃષ્ણમય બન્યામોરબી : મોરબી-2 વિસ્તારમાં સરકીટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર ખાતે ઈચ્છાપૂર્ણ ગોપીમંડળ પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.કૃષ્ણ જન્મોત્સવમાં ભક્તોનું ઘોડાપૂરવિદ્યુતનગર સોસાયટીમાં ચાલી રહેલી આ કથામાં ગઈકાલે કૃષ્ણ જન્મનો પ્રસંગ આવતા પંડાલમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નાદ સાથે ઉપસ્થિત સૌ કોઈ કૃષ્ણમય બની ગયા હતા. વક્તા શાસ્ત્રીજી વીરેનભાઈ ઠાકર પોતાની સંગીતમય અને ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા છે.24 મે સુધી ચાલશે જ્ઞાનયજ્ઞઆ ભાગવત સપ્તાહ કથાનો પ્રારંભ ગત તારીખ 18/05/2026 ના રોજ થયો હતો અને તે 24/05/2026 સુધી ચાલશે. દરરોજ બપોરે 2.30 થી 7.00 વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને બાકી રહેલા દિવસોમાં પણ આ કથા શ્રવણનો લાભ લેવા ઈચ્છાપૂર્ણ ગોપીમંડળ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #BhagwatSaptah #KrishnaJanmotsav #ReligiousNews #Vidyutnagar #MorbiNews #GujaratNews