મોરબી : મોરબીના ધરમપુર ગામે આગામી તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ધરમપુર ગામ સમસ્ત તથા જન્માષ્ટમી યુવક મિત્ર મંડળ દ્વારા ગાયત્રી મંદિર ચોક ખાતેથી સવારે 6:45 વાગ્યાથી રથયાત્રાનો પ્રારંભ થશે તથા મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ઉમિયા ગરબી ચોક ખાતે સાંજે 4 કલાકે રાસ ગરબા અને રાત્રે 9 કલાકે અઠીંગો રાસ તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૌને સહ પરિવાર પધારવા આમંત્રણ પાઠવાયું છે.