વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા, રાસ-ગરબા, મટકીફોડ અને વિચારપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા: અબાલ-વૃદ્ધ સૌ કોઈ કૃષ્ણભક્તિમાં લીનમોરબી અપડેટ: મોરબી શહેર અને જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વની ભારે ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મોરબી પંથક ગોકુળમય બની ગયો છે. શહેરની વિવિધ સોસાયટીઓથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં કાનુડાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, રાસ-ગરબા અને મટકીફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધર્મપ્રેમી જનતા ભારે ઉત્સાહથી જોડાઈ છે.રાજપર ગામે મિની વૃંદાવન જેવો માહોલ સર્જાયોભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની મોરબીના રાજપર ગામે ભારે ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના ઘરો અને મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. રાજપરના જૂના ગામમાં આવેલા રામજી મંદિરેથી કાનુડાની ભવ્ય શોભાયાત્રા નીકળી નવા ગામના રામજી મંદિર ખાતે પહોંચી હતી. અહીં રાસ-ગરબા અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ આ યાત્રા ફરી જૂના ગામ ખાતે પરત ફરી હતી. કાનુડાની પાલખી, રાસ-ગરબા અને જયઘોષથી સમગ્ર રાજપર જાણે મિની વૃંદાવન બની ગયું હતું. યુવાનો દ્વારા કરાયેલા આ સુંદર આયોજનને ગ્રામજનોએ બિરદાવ્યું હતું.મોરબી સામાકાંઠે રામકૃષ્ણનગર સોસાયટીમાં મટકી ફોડમોરબી સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગર સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 'મટકી ફોડ' કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટી પરિસરમાં ગોવિંદા મંડળીઓ દ્વારા 'ગોવિંદા આલા રે આલા' ના નારાઓ સાથે મટકી ફોડવામાં આવી હતી, જેમાં સોસાયટીના રહીશો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિક નરેન્દ્ર દિનેશભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર, મટકી ફોડ્યા બાદ ઉપસ્થિત સૌને માખણ અને મિષ્ટાન્નનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.શનાળા (ત.) ગામે બજરંગ દળ ગ્રુપ દ્વારા મટકીફોડનું આયોજનશનાળા (ત.) ગામમાં 'બજરંગ દળ ગ્રુપ' દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2026 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 4 સપ્ટેમ્બર 2026 ને શુક્રવારના રોજ સાંજે 4:00 કલાકે ગામમાં ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માળિયાના સોનગઢમાં હર્ષોલ્લાસભેર ઉજવણીમાળિયા તાલુકાના સોનગઢ ગામમાં પણ જન્માષ્ટમીના પાવન પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ભક્તિમય ઉજવણીથી સમગ્ર ગામ ગોકુળમય બની ગયું હતું. અને મટકી ફોડ કાર્યક્રમમાં સૌ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.આંદરણા ગામના યુવાનોએ જન્માષ્ટમીએ મીઠાઈ સાથે વહેંચ્યો કાનુડાનો 'વિચાર પ્રસાદ'આંદરણા ગામના યુવાનોએ આ પરંપરામાં એક નવો અને પ્રેરણાદાયક ચીલો ચાતરીને જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરી છે. આંદરણા ગામના યુવાનોએ જન્માષ્ટમી નિમિત્તે લોકોને પ્રસાદ રૂપે ચોકલેટની સાથે કૃષ્ણના જીવન, મહાભારત અને ભગવદ્ ગીતા આધારિત 525 જેટલા ધાર્મિક પ્રશ્નો લખેલી નાનકડી ચિઠ્ઠીઓ આપીને 'વિચાર પ્રસાદ' વહેંચ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના 5253માં જન્મોત્સવ નિમિત્તે યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.આ ચિઠ્ઠીઓમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કેટલા શ્લોક બોલ્યા છે?', 'શ્રીકૃષ્ણના જન્મ સમયે તેમના માતા-પિતા ક્યાં બંધ હતા?', 'કંસને શ્રીકૃષ્ણથી શા માટે ભય લાગતો હતો?' અને 'શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું?' જેવા અનેક રસપ્રદ પ્રશ્નો છાપવામાં આવ્યા હતા.આ અનોખા 'પ્રશ્ન પ્રસાદ' નો મુખ્ય હેતુ આજની પેઢી અને લોકોને ભગવાન શ્રીકૃષ્ણના જીવન, ચરિત્ર અને તેમના સંદેશ તરફ એક ડગલું વધુ નજીક લઈ જવાનો હતો. આંદરણા ગામના યુવાનોના આ લાખેણા વિચાર અને અનોખા અંદાજને લોકો દ્વારા ભારે આવકાર અને પ્રશંસા મળી રહી છે.#MorbiUpdate #KrishnaJanmashtami #MorbiNews #MatkiPhod #Rajpar #Shanala #Songadh #Janmashtami2026 #Morbi #Andarna #UniqueCelebration #VicharPrasad