નદીમાં પાણી ઓછું થયુ ત્યાં રસ્તા પર 20 ફૂટ ઊંડું ગાબડું પડતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાંમોરબી અપડેટ (હળવદ) : હળવદ તાલુકાનું કોયબા ગામ પૂરના પાણી ઓસર્યા બાદ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શક્યું નથી. નદીના પાણી ઘટ્યા છે પરંતુ ગામને જોડતા મુખ્ય રસ્તા અને પુલ પર મોટું ગાબડું પડી જતાં આખું ગામ હજુ પણ સંપર્ક વિહોણું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર અંદાજે 20 ફૂટ ઊંડો ખાડો અને 30 થી 50 ફૂટ લાંબુ મોટું ગાબડું પડી ગયું છે. જેના કારણે રસ્તા પરથી પસાર થઈ શકાય તેમ નથી. ગામમાંથી બહાર જવાનો રસ્તો બંધ થઈ જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વીજળીના થાંભલા પડી જતાં ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજળી પૂર્વવત કરવા માટે PGVCL ના 2 કર્મચારીઓને દોરડા બાંધીને જોખમી રીતે સામે પાર મોકલવામાં આવ્યા હતા અને વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામના લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે. જો ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે કે કોઈ ઇમરજન્સી ઊભી થાય, તો વાહન જઈ શકે તેમ ન હોવાથી દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ગ્રામજનો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ ગાબડું પૂરીને રસ્તો પૂર્વવત કરવાની માંગ કરવામાં આવી રહી છે.#MorbiUpdate #Halvad #Navakoyba #MorbiNews #GujaratRain #RoadDamage #PGVCL #EmergencyNews #HalvadNews