હળવદ રેન્જ દ્વારા ૬ ટીમ બનાવી બે દિવસ સુધી રણમા કરશે પક્ષી ની ગણતરી શિયાળાના ચાર મહિના ગાળવા સાઈબેરીયા,યુરોપ અને લદાક થી મોટી સંખ્યામાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવતા હોય છે હળવદ: આમ તો એક દેશથી બીજા દેશમાં જવા માટે વ્યક્તિને પાસપોર્ટ વિઝા સહિતની અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે પરંતુ દર વર્ષે કચ્છના નાના રણમાં શિયાળાના ચાર મહિના ગાળવા સાઈબેરીયા,યુરોપ સહિતના દેશમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓ મુક્ત મને રણમાં ચાર મહિના રોકાયા બાદ માર્ચમાં પાછા જતા રહેતા હોય છે આ વિદેશી પક્ષીઓને ન તો કોઈ દેશના સીમાડા નડતા હોય છે કે નહીં તો કોઈ પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે દર વર્ષે શિયાળાના ચાર મહિના હજારો કિ.મી દૂરથી વિદેશી નયન રમ્ય પક્ષીઓ રણમાં પડાવ નાખતા હોય છે ત્યારે આજથી વનવિભાગ હળવદ રેન્જ ના ફોરેસ્ટ ઓફિસર ટી.એન ડઢાણીયા,વિષ્ણુભાઈ રબારી, કાનાભાઈ આહીર સહિતનાઓ દ્વારા જુદી જુદી છ ટીમો બનાવી બે દિવસ સુધી રણ વિસ્તારમાં પક્ષીઓની ગણતરી નો પ્રારંભ કરવામા આવ્યો છે બે દિવસ સુધી રણમાં જે જગ્યા ઉપર પાણી ભરાયું છે ત્યાં તેમજ રણની આજુબાજુના તળાવ નદી કાંઠા સહિતના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવતી હોય છે જેમાં ગઈ વખતે કરાયેલી ગણતરીમાં ૯૯૭૨૪ પક્ષીઓ નોંધાયા હતા ત્યારે આજથી પક્ષી ગણતરીનો પ્રારંભ કરાયો છે તેમાં એક લાખને પાર પહોંચી જવાની શક્યતા છે