હળવદના સમસ્ત ચુવાળીયા કોળી સમાજની બેઠકમાં લેવાયેલો નિર્ણય હળવદ : રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા ટિકીટ માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદ વિધાનસભા બેઠકમાં હાલના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને આ ચૂંટણીમાં ફરીથી ભાજપ તરફથી ટીકીટ આપવામાં આવે તેવી હળવદ ધ્રાગંધ્રા વિસ્તારના સમસ્ત ચુવાળીયા કોળી સમાજ દ્વારા માંગણી વ્યક્ત કરવામાં આવી છે. હળવદ ધ્રાગંધ્રા વિસ્તારના સમસ્ત ચુવાળીયા કોળી સમાજની આજે બેઠક મળી હતી. જેમાં હળવદ બેઠક ઉપર ચુવાળીયા કોળી સમાજના અગ્રણી અને હાલના ભાજપના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને આ વિધાનસભાની ચૂંટણીમાં હળવદ બેઠક ઉપર ભાજપ તરફથી ફરીથી ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા 35 હજાર મતથી જીતેલા છે. તેમજ વિરમગામથી વેરાવળ સુધીમાં આ એક જ હળવદ બેઠક પર કોળી સમાજના ઉમેદવાર હોય તેમને ફરીથી રિપીટ કરવાની માંગ કરી છે અને હળવદ બેઠક ઉપર કોળી સમાજના 80 હજાર મત હોવાથી હળવદ બેઠક પર પરસોતમ સાબરીયાને જ ફરીથી ટીકીટ આપવાની માંગ કરી છે.