મોરબી : મોરબી જિલ્લામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની ખાલી જગ્યાઓ અને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે:ધો. 1 થી 5: કુલ 196 શાળાઓમાં 272 જગ્યાઓ ખાલી છે.ધો. 6 થી 8: વિવિધ વિષયો માટેની ખાલી જગ્યાઓ:૦ ગણિત વિજ્ઞાન: 05૦ ભાષા: 12૦ સામાજિક વિજ્ઞાન: 30ઉમેદવારોની સંખ્યાઆ ભરતી પ્રક્રિયામાં કુલ 413 ઉમેદવારો મેદાનમાં છે. તેમની વિગતવાર માહિતી નીચે મુજબ છે:ધો. 1 થી 5: 137 ઉમેદવારોધો. 6 થી 8 (ભાષા): 48 ઉમેદવારોધો. 6 થી 8 (ગણિત વિજ્ઞાન): 124 ઉમેદવારોધો. 6 થી 8 (સામાજિક વિજ્ઞાન): 104 ઉમેદવારોઆ ઉપરાંત ધોરણ 1 થી 5માં કુલ 272 જગ્યાઓ ખાલી હોય જેમાં માત્ર 137 ઉમેદવારો જ આવ્યા હોય ત્યારે બાકી જગ્યા માટે મેરીટ પ્રમાણે ધોરણ 6 થી 8ના અન્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. હવે આગામી સમયમાં નિયત કરાયેલ સમયપત્રક મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ઉમેદવારોને સ્થળ પસંદગી કરવાની રહેશે.#Morbi #GyanSahayak #EducationUpdate #MorbiNews #GujaratEducation #Recruitment #SchoolStaff