રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી ટિપ્સ રાજ્યમાં હાલ ઉનાળાએ પ્રવેશ કરી લીધો છે. લોકો ધોમધખતી ગરમીમાં રાહત કઇ રીતે મળે તેની પળોજણમાં સતત વ્યગ્ર રહેતા હોય છે. કાળઝાળ ગરમીથી છૂટકારો મેળવવા લોકો અવનવા ઉપચારો કરતા હોય છે. પીણાં પીવાનું પ્રમાણ વધી જાય છે.ઠંડો પવન મેળવવા અવનવા પ્રયોગો કરતા હોય છે. ફ્રૂટ્સ ખાવાનું વધારી દે છે.વગેરે જેવા અનેક ઉપચારો કરે છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગ્રાફિકમાં ઉનાળામાં રાહત કેવી રીતે મેળવવી, ઉનાળામાં ગરમીને હરવા શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન પૂરું પડ્યું છે. ગરમીને હરાવા શું કરવું..? તાજા ફળોનું સેવન કરવું,લીંબુ શરબત,છાશ વગેરે જેવા પ્રવાહી પીણાં વધારે પીવા.છાંયડામાં કે ઠંડક વળી જગ્યાએ રહેવું.બપોરેના સમયે ઘરમાં રહેવું.વધુ પ્રમાણમાં પાણી પીવું. ગરમીને હરાવા શું ના કરવું..? આલ્કોહોલ,ચા,કોફી અને વધારે ખાંડવાળા અને ઠંડા પીણાને ટાળો.બપોરે બહાર જવું ટાળો.નાના બાળકો,સર્ગભા અને વૃદ્ધોએ તડકામાં બહાર જવું નહીં.બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક,બરફ ખાવાનું ટાળો.તથા લગ્ન પ્રસંગે દૂધ માવાની ચીજો ખાવી નહિ.ઉઘાડા પગે ન ચાલવું. લુ લાગવા (હીટ સ્ટ્રોક)ના લક્ષણો ગરમ,લાલાશ અને શુષ્ક ત્વચા થઇ જવી.માથામાં દૂખાવો થવો,શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જવા,શરીરનું તાપમાન 40 સેલ્સિયસથી વધુ અથવા 104FZ,ઉબકા અને ઉલટી થવી,સ્નાયુની નબળાઈ અથવા ખેંચાણ થવું. જો લક્ષણો જણાય તો શું કરવું..? વધુ પાણી પીવું,ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો,ઠંડા પાણીથી સ્નાન કરો.સ્નાયુના ખેંચાણ એક કલાકથી વધુ ચાલે,બેભાન થઈ જવું,શરીસનું તાપમાન વધવું અને લક્ષણો વધારે ગંભીર જણાય તો ડોક્ટરની મુલાકાત લો અથવા કોલ કરી એમ્યુલન્સને બોલાવી સારવાર લો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..