જિલ્લામાં 1.34 લાખ નાગરિકોએ મુદત વીત્યા છતાં રસી ન મુકાવી : સૌથી વધુ 77 હજાર આળસુ નાગરિકો મોરબી શહેર અને તાલુકાના મોરબી : મોરબી જિલ્લામાં શરૂઆત વેકસીનેશન પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.પણ ઘણા એવા લોકો છે જેઓ કામ કે અન્ય કોઈ કારણોસર વેકસીન લેવા માટે આળસ કરે છે . પરિણામે મોરબી જિલ્લામાં 1.34 લાખ નાગરિકોએ મુદત વીત્યા છતાં રસી મુકાવી નથી. આવા લોકોને કોરોના સામે વેકસીનરૂપી સુરક્ષા પ્રદાન કરવા માટે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હર ઘર દસ્તક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં આરોગ્ય કર્મચારીઓ વેક્સિનેશનમાં બાકી રહેલા લોકોના ઘરે જઈને વેકસીન આપશે. મોરબી જિલ્લામાં કોરોના વેકસીનનો કુલ 8,18,478 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એની સામે 6,94,650 એટલે 85 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 4,01,924 એટલે 77 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.આથી મુદત વીત્યા છતાં 1,34,977 લોકોએ બીજો ડોઝ લીધો નથી. આવા લોકો તેમજ વેકસીનના બન્ને ડો બાકી હોઈ તેમને વેકસીન આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હવે હર ઘર દસ્તકનું અભિયાન હાથ ધરાયુ છે. જેમાં ગત તા.10 થી વેકસીનની ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરાઇ છે. આ અભિયાનમાં આરોગ્ય તંત્રની 290 ટીમ જોડાઈ છે અને બાકી લોકોના ઘરે જઈ સર્વે કરીને સ્થળ ઉપર જ લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. વેકસીનના આ હર ઘર દસ્તક અભિયાનમાં અત્યાર સુધીમાં આરોગ્ય તંત્રની ટીમોએ વેકસીનથી બાકી હોય તેવા 1,31,864 ઘરની મુલાકાત લીધી છે.જેમાંથી વેકસીનથી બાકી રહેલા 21330 માંથી 8596 લોકોને પ્રથમ ડોઝ અને બીજા ડોઝના બાકી 86883 લોકો માંથી 31757 લોકોને સમજાવીને બીજો ડોઝ આપ્યો છે. જ્યારે બીજા ડોઝમાં બાકી હોય તેવા કુલ 1,34,977 માંથી સૌથી વધુ મોરબી તાલુકાના 73227 લોકો છે.ત્યારબાદ વાંકાનેર તાલુકાના 25734, હળવદ તાલુકાના 21387, ટંકારા તાલુકાના 8823 અને માળીયા તાલુકાના 5806 લોકોએ બીજા ડોઝ લેવા આળસ દાખવી છે. આ બાબતે વેકસીનેશન અધિકારી ડો, વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું કે, વેકસીનથી બાકી હોય તેવા લોકોને કોરોના સામે રક્ષણ આપવા આરોગ્યની ટીમો મેદાનમાં ઉતરી છે.જરૂર પડે ત્યાં કેમ્પ કરવા તેમજ બાકી હોય એવા લોકોને ઘરે ટીમ આવે ત્યારે વેકસીન મુકાવાનું આહવાન કર્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..