ગોપાલ સોસાયટીના નાકે 100 ફૂટની દિવાલના કારણે પાણીનો નિકાલ અટક્યો: કુબેર, સો-ઓરડી અને ત્રાજપરથી આવતા પાણીથી વેપારીઓ પરેશાનમોરબી અપડેટ: મોરબીના મહેન્દ્રનગર રોડ પર આવેલ ગોપાલ સોસાયટીના નાકે, જ્યાં ઓવરબ્રિજ ઉતરે છે ત્યાં માત્ર 4 ઈંચ વરસાદ પડતા જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ હંસા સિલેક્શન સહિતની આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.મળતી માહિતી અનુસાર, ઓવરબ્રિજ પાસે બનાવવામાં આવેલી 100 ફૂટની આડી દિવાલના કારણે પાણીનો નિકાલ અટકી ગયો છે. જેના પરિણામે પાણી રોકાઈને સીધું દુકાનોમાં ઘૂસી રહ્યું છે. દુકાનોમાં પાણી જતું અટકાવવા માટે વેપારીઓએ 3-3 ફૂટની આડી પાળ બનાવી હોવા છતાં પાણી અંદર ઘૂસી જાય છે.આ વિસ્તારમાં કુબેર, સો-ઓરડી અને ત્રાજપર તરફથી પાણી વહીને આવે છે, પરંતુ આગળ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. ચોમાસા દરમિયાન જ્યારે પણ ચારથી પાંચ ઈંચ વરસાદ આવે ત્યારે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો કરાયા છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.#Morbi #MorbiUpdate #Mahendranagar #MorbiRain #WaterLogging #CivicIssues #MorbiNews