મોરબી : મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં મોટર સાયકલમાં દેશીદારૂ લઈને નીકળેલા કિશોર અને કિશન નામના શખ્સને દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બેલા ગામની સીમમાં મોટર સાયકલ ઉપર દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા ત્રાજપરના કિશોરભાઇ લાભુભાઇ વાઘેલા અને કિશન મનસુખભાઇ જીંજવાડીયાને ઝડપી લઈ રૂ.15 હજારની કિંમતનું મોટર સાયકલ અને રૂ. 340નો દારૂ મળી 15,340નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટની કલમ-૬૫(એ)(એ), ૯૮(૨), ૮૧ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..