'દેશ કા હમ ભંડાર ભરેગે, લેકિન પુરા દામ લેકર'' સહિતનાં નારા સાથે કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું કૃષિ ઉત્પાદનોના ભાવો સુનિશ્ચિત કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું, 10 દિવસમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો લડત ચાલવવાની ચીમકી મોરબી : મોરબીમાં આજે જિલ્લા કલેક્ટર કચેરીએ કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ ટેકાના ભાવ મુદ્દે ધરણા પ્રદર્શન કર્યા હતા. જેમાં 'દેશ કા હમ ભંડાર ભરેગે, લેકિન પુરા દામ લેકર'' સહિતનાં નારા સાથે કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી કૃષિ ઉત્પાદનોના ભાવો સુનિશ્ચિત કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું અને 10 દિવસમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો લડત ચાલવવાની ચીમકી ઉચ્ચારી છે. ભારતીય કિશાન સંઘના નેતૃત્વમાં આજે ખેડૂતોએ મોરબીની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેમાં જય જવાન જય કિશાન, દેશ કા હમ ભંડાર ભરેગે, લેકિન પુરા દામ લેકર સહિતના નારા સાથે ભરાતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પદર્શન કરીને કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનપત્ર જણાવ્યું હતું કે, ખેડૂતો કાળી મજૂરી કરેને કૃષિ જણસોનું ઉત્પાદન કરે છે. જગત અખાને અન્ન પૂરું પાડતો જગતાંતને કૃષિ જણસના પોષણક્ષમ ભાવો મળતા નથી. ખેડૂતોને પૂરતા ભાવો મળતા ન હોય વચેટીયાને કારણે અન્ન બજારમાં મોંઘા ભાવે વેચાય છે. વધુમાં જણાવ્યું હતું કે, પોતે જ ઉગાડેલું અન્ન મોંઘા ભાવે મળતા ખેડૂતોને ફટકો પડે છે, કૃષિ ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને ભાવે આર્થિક મુશ્કેલી વેઠવી પડે છે. ખેડૂતોને જે ભાવ કૃષિ ઉત્પાદનના મળે છે તેની સામે બજારમાં જે ભાવે અનાજ વેચાય છે તેમ મોટું અંતર છે. બીજી તરફ હાલ વરસાદ અપૂરતો હોય કૃષિ ઉત્પાદન પણ ઘટે એવી શક્યતા છે. તેથી ખેડૂતોની વેદનાને ધ્યાને લઇ સરકાર કૃષિ ઉત્પાદનના ભાવો પોષણક્ષમ કરી આપે તેવી માંગ કરી છે. જો આ માગણી 10 દિવસમાં ન સંતોષાઈ તો ખેડૂતોને સડક ઉપર ઉતરવા મજબુર બનવું પડશે તેવી ચીમકી આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..