સદસ્યતા અભિયાન હેઠળની મીટીંગમાં ખેડૂતોના પ્રશ્ને કિશાન સંઘમાં સંતો જોડાયાં મોરબી : ખેડૂતોના પ્રશ્ને અવાજ ઉઠાવતા ભારતીય કિશાન સંઘને મજબૂત બનવવા માટે આ સંગઠનમાં દર ત્રણ વર્ષે સભ્ય નોંધણી હાથ ધરવામાં આવે છે. જેથી ત્રણ વર્ષ પુરા થતા 2021 ભારતીય કિશાન સંઘમાં સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં આ સદસ્યતા નોંધણી અભિયાન હેઠળ ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા દ્વારા મોરબીના બગથળા ગામે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા 21ના રોજ ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલ સાથે મોરબી જિલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયા તેમજ તેમની ટીમે હળવદ તાલુકાનો પ્રવાસ ખેડયો હતો અને અભિયાનને વેગવંતું બનવાના પ્રયત્નો કરીને તાલુકાના દરેક ખેડૂતોને જાગૃત કરવા માટે પણ મુલાકાત કરી હતી. અને તે દરમિયાન કાવડિયાના હનુમત આશ્રમના સંત પ્રભુચરણ દાસ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાનું સાલ ઓઢળીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને તેઓ પણ કિશાન સંઘના સદસ્ય બન્યા હતા. આ અભિયાનને વેગ આપવા માટે ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા દ્વારા મોરબીના બગથળા મુકામે નકલંક ધામ આશ્રમ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર મોરબી જિલ્લા ટીમ તેમજ દરેક તાલુકાની ટીમ અને સંત દામજી ભગત તેમજ ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા તેમજ ખેતીવાડી અધિકારી, વી.કે.ચોહાણ, ઓલ ગુજરાત સિંચાઇ મંડળના પ્રમુખ દેવશીભાઇ સવસાણી વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ દરેક મહાનુભવો સાથે સિદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા તથા કબીર આશ્રમના સંત શિવરામદાસ બાપુ પણ કિશાન સંઘના સદસ્ય બની અને દરેક ખેડૂતોને કિશાન સંઘના સદસ્ય અભિયાનમાં જોડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.