મોરબી : મોરબીમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે તા. 23ના રોજ સોમવારે રાત્રે 8-30 કલાકે કલાકાર કિર્તીદાન ગઢવી દ્વારા બાપાશ્રીના કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવશે. જે પ્રસ્તુતિ SMVSની યુ-ટ્યુબ ચેનલ પર લાઈવ નિહાળી શકાશે. જેનો ઓનલાઇન લાભ લેવા આયોજકો દ્વારા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.