ઉપપ્રમુખ તરીકે ભરત ગણેશીયા, સેક્રેટરી તરીકે જયદિપ સોનગ્રા અને ખજાનચી તરીકે અમન દવેનો વિજય હળવદ : હળવદ બાર એસોસિયેશનની ચૂંટણીમાં મતદાન સંપન્ન થયા બાદ મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં એક તરફી પેનલનો ઝળહળતો વિજય થયો છે અને અંતે મતગણતરી બાદ પ્રમુખ તરીકે કિરીટભાઈ પટેલની જીત જાહેર કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ડી.ગણેશિયા,સેક્રેટરી તરીકે જયદિપ એચ.સોનગ્રા અને ખજાનચી તરીકે અમન એસ દવે વિજેતા બન્યા છે. નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.